27.8.2025

Plant In Pot : ગણેશજીનું પ્રિયફુલ જાસુદને ઘરે ઉગાડો

Image - Social Media 

જાસુદનું ફુલ ગણેશજીને ખૂબ જ પ્રિય છે. જાસુદના ફુલની ચા પીવાથી પણ શરીરમાં અનેક લાભ થાય છે. આ છોડને ઘરે ઉગાડવો ખૂબ જ સરળ છે.

જાસુદનો છોડ ઘરે ઉગાડવા માટે સૌથી પહેલા એક મોટુ કૂંડુ લો.ધ્યાન રાખો કે તેના તળિયામાં છિદ્ર હોય. ત્યારબાદ તેમાં સારી ગુણવત્તાવાળી માટી ભરો.

માટીમાં છાણિયુ ખાતર કોકોપીટ ઉમેરીને બરાબર મિક્સ કરો.

તમે જાસુદનો છોડ કટિંગ અને બીજ બંન્ને દ્વારા ઉગાડી શકો છો. જાસુદનો છોડ ઉગાડવા માટે જાસુદની ડાળી લો.

તેની નીચેના 4 થી 5 પાનને દૂર કરી કૂંડામાં 3-4 ઈંચની ઉંડાઈએ રોપી તેના ઉપર માટી ઢાંકી દો.

આ છોડને નિયમિત પાણી આપો. તેમજ છોડને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળે તેનું ખાસ ધ્યાન રાખવુ જોઈએ.

છોડને રોગથી બચાવવા માટે જંતુનાશક દવા અથવા લીમડાના તેલનો છંટકાવ કરી શકો છો.

તેમજ મહિનામાં એક વખત જાસુદના છોડમાં છાણિયુ ખાતર નાખો. જેથી છોડની વૃદ્ધિ સારી થાય. હવે થોડાક જ મહિનાઓમાં છોડ પર ફૂલ ઉગવા લાગશે.