24.5.2025
Plant In Pot : ઘરે જ ઉગાડો ગલગોટાનો છોડ, આ રહી સરળ ટીપ્સ
Image - Soical media
ગલગોટાનો છોડ ઉગાડવા માટે સૌથી પહેલા એક કૂંડુ લો.
ધ્યાન રાખો કે કૂંડામાં છિદ્ર હોવુ જોઈએ.જેથી કૂંડામાં પાણી ભરાઈ ન રહે.
ત્યાર બાદ માટીમાં છાણિયુ ખાતર અને રેતી ભેળવીને કૂંડામાં ભરી લો.
માટીને ભીની કરીને થોડા સમય માટે રહેવા દો. ત્યાર બાદ માટીમાં 3-4 ઈંચની ઉંડાઈએ ગલગોટાની ડાળી અથવા તો ગલગોટાના સુકાઈ ગયેલા ફુલની પાંખડીઓ રોપી દો.
તેના પર માટી નાખી દો. ગલગોટાનો છોડને એવી જગ્યાએ રાખો જ્યાં પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળી રહે. જેથી છોડનો વિકાસ સારી રીતે થાય છે.
જો ગલગોટાના છોડમાં ફૂગ હોય તો ફૂગના ભાગને કાપીને કાઢી નાખો.નહીંતર આખા છોડને નુકસાન થઈ શકે છે.
તમે છોડમાં જંતુનાશક દવાનો છંટકાવ કરી શકો છો.
વરસાદની ઋતુમાં કેળાની છાલનું પાણી અથવા તો પાણીમાં છાશ ભેળવીન રેડવાથી ગલગોટાના છોડમાં ફૂલ ખીલવા લાગે છે.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો