Plant In Pot : ઘરે ઉગાડો આ ઈન્ડોર પ્લાન્ટ, સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત મળશે હવા
Image - Social Media
તમારે પણ ઈન્ડોર પ્લાન્ટ ઉગાડવાનો શોખ છે તો તમે આ પ્લાન્ટ ઘરે ઉગાડી શકો છો.
એરેકા પામ હવામાંથી ઝેરી તત્વો દૂર કરવાનું કામ કરે છે. તે ફોર્માલ્ડીહાઇડ, ઝાયલીન અને ટોલ્યુએન દૂર કરીને સ્વચ્છ હવા પૂરી પાડવામાં મદદ કરે છે.
Bamboo Palm પ્લાન્ટ હવામાંથી બેન્ઝીન, ફોર્માલ્ડીહાઇડ અને ટ્રાઇક્લોરોઇથિલિનને ફિલ્ટર કરવામાં મદદ કરે છે, તે ઓફિસ અથવા રૂમ માટે ખૂબ જ સારો વિકલ્પ હોઈ શકે છે.
બોસ્ટન ફર્ન હવામાં ભેજ જાળવવામાં મદદ કરે છે, તે હવામાંથી ફોર્માલ્ડીહાઇડ અને ઝાયલીનને દૂર કરીને હવાને શુદ્ધ કરે છે.
ડંબ કેન પ્લાન્ટના પાન ખૂબ જ સુંદર હોય છે. તેમજ આ પ્લાન્ટ હવામાંથી ઝેરી તત્ત્વોને દૂર કરે છે.
મની પ્લાન્ટ ઓછી કાળજી સાથે પણ સારી રીતે ઉગે છે, તે હવામાંથી ફોર્માલ્ડીહાઇડ, બેન્ઝીન અને ઝાયલીન દૂર કરવામાં મદદ કરે છે.
રબર પ્લાન્ટ હવામાંથી ફોર્માલ્ડીહાઇડ જેવા હાનિકારક રસાયણોને દૂર કરવામાં મદદ કરે છે. તે ઓફિસ, લિવિંગ રૂમ અથવા બેડરૂમ માટે એક ઉત્તમ વિકલ્પ હોઈ શકે છે.
પીસ લિલી તેના આકર્ષક સફેદ ફૂલો તેમજ હવાને સ્વચ્છ રાખવા માટે જાણીતી છે. તે હવામાંથી એમોનિયા, બેન્ઝીન, ફોર્માલ્ડીહાઇડ અને ટ્રાઇક્લોરોઇથિલિન જેવા ઝેરી તત્વોને દૂર કરે છે.