Plant In Pot : ઘરે ઉગાડો અળવીનો છોડ, આ રહી સરળ ટીપ્સ

Image - Social Media 

23.9.2025

અળવીના છોડને કૂંડામાં ઉગાડવા માટે સૌ પ્રથમ એક મોટુ કૂંડુ લો.

ઉત્તમ ગુણવત્તાની માટી અને રેતીનું મિશ્રણ કરીને કૂંડામાં ભરો. ત્યાર બાદ તેમાં પાણી ઉમેરો.

કૂંડામાં માટીની અંદર 2 થી 3 ઈંચ ઉંડાઈએ અળવીના બીજ મુકી તેના પર માટી નાખી દો.

તમે અળવીના બીજ નર્સરીમાંથી કે ઓનલાઈન મળી જશે.બીજ સિવાય તમે છોડ પણ ઉગાડી શકો છો.

છોડ વાવ્યા પછી કૂંડાને સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યા પર મુકો. કૂંડાની માટીને ભેજવાળી રાખો.

જ્યારે ઉપરની એક ઈંચ સુધીની માટી સુકાઈ જાય ત્યારે જ તેમાં પાણી નાખો.

કૂંડામાં ઉગતુ વધારાના ઘાસનું નીંદણ નિયમિત રુપે દૂર કરવુ જોઈએ. તેમજ દરેક મહિનામાં જરુરિયાત અનુસાર ખાતર નાખો.

સામાન્ય રીતે અળવીના છોડમાં જીવાંત થવાની શક્યતાઓ વધારે હોય છે. ત્યારે તેમાં કીટનાશક દવાનો ઉપયોગ કરી શકાય છે.