Plant In Pot : શિયાળામાં ઓર્ગેનિક રીતે સરસવનો છોડને ઘરે ઉગાડો, 4 અઠવાડિયામાં થઈ જશે તૈયાર

Image -Social Media 

28.11.2025

સરસવની ભાજી સામાન્ય રીતે ખેતરોમાં ઉગાડવામાં આવે છે, પરંતુ જો બીજ યોગ્ય રીતે વાવવામાં આવે, તો તે સરળતાથી નાના કુંડામાં ઉગાડી શકાય છે.

50% માટી + 30% ખાતર + 20% રેતી ધરાવતી માટી તૈયાર કરી કૂંડામાં ભરો.

બીજને હળવાશથી ફેલાવો અને તેમને માટીના પાતળા સ્તરથી ઢાંકી દો.

માટીને ભેજવાળી રાખો પણ ભીની નહીં, સ્પ્રે બોટલથી થોડું પાણી આપો.

સરસવના છોડને  4-5 કલાક સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યાએ રાખો.

 નાના લીલા પાંદડા 7-10 દિવસમાં દેખાશે.

જ્યારે પાંદડા મોટા અને કોમળ હોય, ત્યારે તેમને ધીમેધીમે કાપી નાખો, અને છોડ નવા પાંદડા ઉત્પન્ન કરશે.

દર 10-12 દિવસે છાણિયું ખાતર અથવા પ્રવાહી ખાતર નાખો.