9.9.2025

Plant In Pot : ઘરે ઉગાડો પાલક, આ રહી સરળ ટીપ્સ

Image - Social Media 

પાલકને ઘરે ઉગાડવો ખૂબ જ સરળ છે. તેને વાવવા માટે યોગ્ય સમય અને કાળજી રાખવી મહત્વપૂર્ણ છે.

પાલકનો છોડ ઉગાડવા માટે 8 થી 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન શ્રેષ્ઠ માનવામાં આવે છે.

પાલકનો છોડ ઉગાડવા માટે સૌથી પહેલા એક મોટી સાઈઝનું કૂંડુ લો. જેથી પાલક સારી રીતે ઉગી શકે.

પાલક રોપવા માટે નરમ માટી લો અને તેમાં થોડી માત્રામાં છાણીયુ ખાતર ઉમેરીને મિક્સ કરો.

ત્યારબાદ માટીમાં પાલકના બીજ નાખો અને તેને દિવસમાં એક વખત પાણી નાખો.

પાલકના છોડના યોગ્ય વિકાસ માટે બીટ અને મીઠાને પાણીમાં ઉકાળ્યા બાદ તે પાણીને છોડમાં નાખો.

પાલકના બીજ એક અઠવાડિયામાં અંકુરિત થાય છે. તેમજ લગભગ એક મહિનામાં જ પાલકના પાન તૈયાર થશે.

ત્યારબાદ તમે પાલક પનીર, જ્યુસ, કબાબ સહિતની સ્વાદિષ્ટ વાનગીઓની મજા માણી શકો છો.