હજારો રોગોનો ઈલાજ એવા આદુને ઘરે ઉગાડો
Image -AI
22.10.2025
આદુ ઉગાડવા માટે સૌથી પહેલા એક પહોળુ હોય તેવુ કૂંડુ લો. ત્યાર બાદ માટી તૈયાર કરો.
જેમાં ધ્યાન રાખો કે 50% માટી, 25% કોકો પીટ અને 25% છાણિયુ ખાતર ઉમેરી મિક્સ કરો.
હવે આદુનો ટુકડો લો.ત્યાર બાદ કૂંડામાં ભરેલી માટીમાં 2-3 ઈંચ ઉંડાઈએ આદુનો ટુકડો મુકો.
આ સમયે ધ્યાન રાખવુ કે આદુની ગાંઠ ઉપરની તરફ હોય.હવે તેના પર માટી નાખી. તેના પર પાણી નાખો.
આદુને અંકુરિત થવામાં આશરે 2 થી 4 અઠવાડિયા લાગે છે. તેમજ આદુના છોડને નિયમિત પાણી પીવડાવો.
પરંતુ ધ્યાન રાખો કે વધારે પાણી ન નાખો. માટીને ભેજવાળી રાખવા પૂરતું પાણી ઉમેરો.વધારે પાણીને કારણે આદુના મૂળ સડવા લાગશે.
આદુને અઢીથી ત્રણ કલાક સૂર્ય પ્રકાશમાં રાખો. છોડમાં લગભગ દોઢ મહિના પછી દર મહિને તેમાં ખાતર ઉમેરવું જોઈએ.
આદુની ઉપજમાં 6 થી 8 મહિનાનો સમય લાગશે.આદુ તૈયાર થઈ જાય ત્યારે આદુના છોડના પાંદડા પીળા થવા લાગે છે અને સુકાઈ જાય છે
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો