2.8.2025

Plant In Pot : ઘરે ગણપતિ લાવો તેના પહેલા ઉગાડો દુર્વા, આ રહી સરળ ટીપ્સ

Image - Freepik 

ભગવાન ગણેશની પૂજામાં દુર્વાનો ઉપયોગ કરવામાં આવે છે.

તેમજ દુર્વાનું સેવન કરવાથી પણ અનેક લાભ થાય છે.

ઘરે દુર્વા ઉગાડવા માટે સૌથી પહેલા એક કૂંડુ લો.

ધ્યાન રાખો કે કૂંડામાં એક છિદ્ર હોવુ જોઈએ. હવે માટીમાં કોકોપીટ અને છાણિયુ ખાતર ઉમેરો.

હવે તૈયાર કરેલી માટીને કૂંડામાં ભરી તેમાં પાણી ઉમેરો.

માટીમાં 3-4 ઈંચની ઉંડાઈએ દુર્વા રોપી તેના પર માટી નાખી દો.

દુર્વાને એવી જગ્યાએ રાખો કે જ્યાં પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળી રહે. તેમજ દિવસમાં એક વાર દુર્વાને પાણી પીવડાવો.

દુર્વામાં તમે મહિનામાં એક વખત છાણિયુ ખાતર નાખો. જેથી દુર્વાનો ઝડપથી વિકાસ થાય છે.