29-5-2024

જીરુનો છોડ તમારા કિચન ગાર્ડનમાં જ ઉગાડો, અપનાવો આ સરળ ટીપ્સ 

Pic - Freepik

જીરું એ દરેક ઘરમાં ઉપયોગમાં લેવાતો મસાલો છે, જેનો ઉપયોગ ભારતીય વાનગીઓમાં તડકો ઉમેરવા માટે થાય છે.

આ સાથે જ જીરું ખાવાથી માણસનું પાચનતંત્ર પણ સ્વસ્થ રહે છે.

આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે કૂડામાં જીરુંનો છોડ ઉગાડી શકાય છે.

સૌપ્રથમ માટી, કોકો પીટ, રેતી અને ઓર્ગેનિક કમ્પોસ્ટ મિક્સ કરીને કૂંડામાં ભરો.

ત્યાર બાદ જમીનમાં અડધા ઈંચની ઉંડાઈએ સારી ગુણવત્તાનું જીરું વાવો. બીજ વચ્ચે 2 ઇંચનું અંતર રાખો.

જીરું 7 થી 10 દિવસમાં અંકુરિત થવા લાગશે. બીજ અંકુરણ દરમિયાન માટીમાં ભેજ જાળવી રાખો.

જીરાના છોડને દિવસમાં એકવાર પાણી આપો અને છોડને વધુ પડતા સૂર્યપ્રકાશમાં ન રાખો.

તમે જોશો કે લગભગ એક મહિના પછી જીરાના છોડમાં ફૂલો આવવા લાગશે અને બીજ પણ દેખાવા લાગશે. જ્યારે જીરું બ્રાઉન થઈ જાય, ત્યારે તેનો ઉપયોગ કરો

More stories

ઉનાળામાં રેફ્રિજરેટર વિના જ પાણી રહેશે ઠંડુ, જાણો આ ઘરેલુ ઉપાય

આ દેવતાઓને ભૂલીને પણ ન ચઢાવો તુલસી, જાણો પૂજામાં તેનું શું છે મહત્વ

શું તમે ક્યારેય નાગરવેલના પાન ચાવીને ખાધા છે? થાય છે અઢળક લાભ