24-5-2024

તમારા કિચન ગાર્ડનમાં જ ઉગાડો પરવળ, અપનાવો આ સરળ ટીપ્સ

Pic - Freepik

લોકો પરવળનું શાક ખૂબ જ શોખથી ખાય છે. ખાસ કરીને ભરેલા પરવળનું શાક ખૂબ જ પસંદ આવે છે.

કેટલાક લોકો પરવળના શાક ઉપરાંત પરવળની મીઠાઈ પણ બનાવે છે.

આજે અમે તમને જણાવીશું કે પરવળને કૂંડામાં કેવી રીતે ઉગાડી શકાય છે.

સૌ પ્રથમ નજીકના બીજ સ્ટોરમાંથી સારી ગુણવત્તાના પરવળના બીજ ખરીદો.

ત્યાર બાદ માટી અને છાણીયું ખાતર ભેળવીને એક કૂંડામાં ભરો.

હવે પરવળના બીજને કૂંડામાં 2 થી 3 ઈંચની ઉંડાઈએ મુકો.

જ્યારે પરવળનો છોડ ઉગે ત્યારે તેને લાકડા સાથે બાંધી દો. આ સિવાય દિવસમાં એકવાર છોડને પાણી આપો.

તમે જોશો કે થોડા જ મહિનામાં પરવલ છોડમાં વધવા લાગશે. 

More stories

ઉનાળામાં રેફ્રિજરેટર વિના જ પાણી રહેશે ઠંડુ, જાણો આ ઘરેલુ ઉપાય

આ દેવતાઓને ભૂલીને પણ ન ચઢાવો તુલસી, જાણો પૂજામાં તેનું શું છે મહત્વ

શું તમે ક્યારેય નાગરવેલના પાન ચાવીને ખાધા છે? થાય છે અઢળક લાભ