10.9.2025

Plant in Pot : ઘરે સરળતાથી ઉગાડો  દૂધીનો વેલો, આ રહી સરળ રીત

Image - Social Media 

દૂધીની તાસીર ઠંડી હોય છે. જેથી તેનું સેવન કરવાથી અનેક ફાયદાઓ થાય છે. તો આજે આપણે જાણીશું દૂધીનો વેલો ઘરે કેવી રીતે ઉગાડી શકો છો.

દૂધીનો વેલો ઉગાડવા માટે સૌથી પહેલા એક કૂંડામાં સારી ગુણવત્તાની માટી ભરો.

ત્યારબાદ તેમાં છાણિયુ ખાતર ઉમેરી મિક્સ કરો.

દૂધીનો વેલો ઉગાડવા માટે દૂધીના બીજને માટીમાં 2-3 ઈંચની ઉંડાઈએ મુકો.

હવે તેના પર માટી નાખીને પાણી પીવડાવો.

આ કૂંડાને એવી જગ્યાએ મુકો જ્યાં સૂર્ય પ્રકાશ પૂરતા પ્રમાણમાં દૂધીના વેલાને મળે. તેમજ દિવસમાં 2 વખત દૂધીના વેલાને પાણી આપો.

આશરે એક અઠવાડિયામાં બીજ અંકુરિત થઈ જશે.જ્યારે વેલા વધવા લાગે ત્યારે તેને દોરડા વડે બાંધી દો.

તેમજ વેલા ઉપર જંતુનાશક દવાનો છંટકાવ કરો. દૂધી આશરે 2 થી 3 મહિનામાં ઉગવા લાગશે.