12.9.2025

Plant In Pot : ઘરે ઉગાડો નાગરવેલ, જાણો સરળ ટીપ્સ

Image - Social Media 

નાગરવેલને ઉગાડવા માટે બીજ, ખાતર, માટી, પાણી અને કૂંડાની જરુર પડશે.

હવે સૌથી પહેલા એક મોટું કૂંડુ લો.તેમાં સારી ગુણવત્તાની માટી અને થોડું છાણિયુ ખાતર ભરો.

આ વેલો ઉગાડવા માટે ઉત્તમ ગુણવત્તાના બીજ લો.

હવે તેને 2 થી 3 ઈંચ ઉંડાઈએ મુકી તેના પર માટી નાખી અને પાણી પીવડાવો. આ કૂંડાને સૂર્યપ્રકાશમાં મુકો.

મિશ્રણમાં સમયાંતરે પાણી ઉમેરતા રહો. લગભગ 2 અઠવાડિયા પછી બીજ અંકુરિત થવાનું શરૂ કરશે.

બીજ અંકુરિત થયા પછી કૂંડામાં ખાતર ઉમેરો અને પછી પાણી ઉમેરો.

જ્યારે 3 થી 4 અઠવાડિયા પસાર થઈ જાય ત્યારે કૂંડાની મધ્યમાં એક લાકડી મૂકો જેથી વેલને ટેકો મળી શકે.

તમે જોશો કે લગભગ 3 થી 4 અઠવાડિયા પછી નાગરવેલના પાન ઉગવાના શરુ થશે. પછી તમે તેનો ઉપયોગ પૂજા અને ભોજન માટે કરી શકો છો.