4.7.2025

Plant In Pot : શ્રાવણ મહિના પહેલા ઘરે ઉગાડો બિલીપત્રનો છોડ

Image -Soical media 

બિલીપત્રનો છોડ ઉગાડવા માટે સૌથી પહેલા એક મોટુ કૂંડુ લો.

ધ્યાન રાખો કે કૂંડામાં છિદ્ર હોય જેથી મૂળમાં પાણી ભરાય ન રહે.

સારી ડ્રેનેજ સુનિશ્ચિત કરવા માટે તળિયે કેટલાક કાંકરા અથવા તૂટેલી ઇંટો મૂકો.

બગીચાની માટી, ગાયનું છાણ/ખાતર અને રેતી સારી રીતે ભેળવીને કુંડામાં ભરો.

હવે નર્સરીમાંથી બિલીપત્રનો છોડ લાવી. માટીમાં એક ઈંચ ઊંડાઈએ ઉગાડો.

ત્યારબાદ છોડમાં થોડું થોડું પાણી ઉમેરો. જેથી માટી ભેજવાળી હોવી જોઈએ.

બિલીપત્રના છોડમાં વધારે પાણી ન પડી જાય તેનું ધ્યાન રાખો.

આ છોડને 5-6 કલાક સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યાએ રાખવું જોઈએ.