28.5.2025
Plant In Pot : ઘરે કુંડામાં જ ઉગાડો એલચીનો છોડ, જાણો સરળ પદ્ધતિ
Image - Soical media
એલચી એક સુગંધિત મસાલો છે જે ફક્ત સ્વાદ જ નહીં, પણ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.
આજે અમે તમને જણાવીશું કે તમે ઘરે કુંડામાં એલચીનો છોડ કેવી રીતે સરળતાથી વાવી શકો છો.
એલચીના બીજ અથવા છોડ રોપવા માટે, 12-15 ઇંચ ઊંડુ અને છિદ્રોવાળુ કુંડુ લો જેથી પાણી યોગ્ય રીતે નીકળી શકે.
પછી કુંડામાં 1 ભાગ બગીચાની માટી, 1 ભાગ છાણિયું ખાતર અને 1 ભાગ રેતી ઉમેરી મિક્સ કરો.
હવે નર્સરીમાંથી તૈયાર કરેલો નાનો છોડ ખરીદી લાવો. ત્યારબાદ 3 ઇંચનો ઉંડાઈએ તેને રોપો.
બીજ ઉગાડવા માટે, પહેલા તેમને 24 કલાક માટે હુંફાળા પાણીમાં પલાળી રાખો, પછી તેમને જમીનમાં 2 ઇંચના ઊંડે વાવો.
કુંડાને એવી જગ્યાએ રાખો જ્યાં સીધો સૂર્યપ્રકાશ ન હોય, પરંતુ પૂરતો પ્રકાશ હોય. આ માટે તમે બાલ્કની અથવા છાયાવાળી ગેલેરી પસંદ કરી શકો છો.
છોડને જરુર મુજબ પાણી આપો. ત્યારબાદ મહિનામાં એકવાર વર્મીકમ્પોસ્ટ જેવું જૈવિક ખાતર ઉમેરો. સામાન્ય રીતે એલચીનું ફળ આવતા 2-3 વર્ષ લાગશે.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો