07 june, 2024

દેશના આ ગામમાં પ્રવેશવા માટે તમારે ચૂકવવી પડશે એન્ટ્રી ફી

દેશના આ ગામમાં પ્રવેશવા માટે તમારે ફી ચૂકવવી પડશે અને પ્રમાણપત્ર પણ દર્શાવવું પડશે.

ગામમાં પ્રવેશવા માટે તમારે પૈસા ચૂકવવા પડશે, આ ગામની સુંદરતા એવી છે કે તમને અહીં વારંવાર આવવું ગમશે.

આ માટે ગામમાં સરપંચ દ્વારા પંચાયત યોજીને આયોજન કરવામાં આવ્યું છે. આ અંગેની દરખાસ્ત જિલ્લા કલેક્ટર કચેરીમાં મોકલવામાં આવી રહી છે.

અમે વાત કરી રહ્યા છીએ ગોવાના ગામ કલંગુટની. અહીંની ગ્રામ પંચાયતે ગામમાં પ્રવેશ માટે ફી લેવાનું નક્કી કર્યું છે.

ઉત્તર ગોવાનું કાલાંગુટ ગામ દરિયા કિનારે આવેલું છે અને સુંદર બીચ ધરાવે છે. અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લેવા આવે છે.

ગામના સરપંચ જોસેફ સિક્વેરા કહે છે કે ગામમાં આવતા પ્રવાસીઓ અહીં ઘણી ગંદકી કરે છે. ગામને સ્વચ્છ રાખવા માટે આ યોજના તૈયાર કરવામાં આવી છે.

સરપંચે જણાવ્યું હતું કે પ્રવેશ ફી ઉપરાંત ગામમાં આવતા બહારના લોકોએ હોટેલનું રિઝર્વેશન સર્ટિફિકેટ પણ બતાવવાનું રહેશે.