19.7.2025

Plant In Pot : ચોમાસામાં તુલસીના છોડ સુકાઈ જાય છે ? આ બાબતનું રાખો ધ્યાન 

Image -Soical media 

વરસાદની ઋતુમાં તુલસીના છોડને ખાસ કાળજીની જરૂર હોય છે.

વરસાદની ઋતુમાં જો છોડની યોગ્ય કાળજી રાખવામાં આવતી નથી તો તે સડવા લાગે છે.

તુલસીના છોડને તડકામાં રાખો. છોડને તડકામાં રાખવાથી તે સ્વસ્થ રહેશે.

ચોમાસામાં છોડને પહેલાથી જ સારું પાણી મળે છે અને માટી પણ ભીની રહે છે.

તેથી છોડને અલગથી પાણી આપવાનું ટાળો. વધારે પાણી છોડને નુકસાન પહોંચાડી શકે છે.

પરંતુ જો તમે ધાર્મિક હેતુ માટે તુલસીના છોડને પાણી આપવા માગતા હો, તો સવારે તેને પાણી આપો.

આ ઉપરાંત, ધ્યાનમાં રાખો કે તુલસીના કુંડામાં ડ્રેનેજ સિસ્ટમ યોગ્ય હોવી જોઈએ.

તુલસીના છોડ સુકાઈ ના જાય તે માટે સમયાંતરે જૈવિક ખાતરનો ઉપયોગ કરો.