17.7.2025

Plant In Pot : મોગરાના છોડમાં નાખો આ વસ્તુ, બજારમાંથી ફૂલ લાવવાની જરુર નહીં પડે

Image -Soical media 

મોગરાનો છોડ જોવામાં ખૂબ જ સુંદર અને સુગંધિત છે.

જો તમારા ઘરના કુંડામાં મોગરાનો છોડ હોય તો તમે તેનો મફતમાં રૂમ ફ્રેશનર તરીકે ઉપયોગ કરી શકો છો.

ઘણી વખત મોગરાના છોડનો વિકાસ થાય છે.પરંતુ તેના ઈચ્છિત ફૂલો ખીલતા નથી.

જો તમારા છોડને પણ ભાગ્યે જ ફૂલો આવે છે. તો અમે તમને તેના માટે એક સસ્તો ઉપાય જણાવી રહ્યા છીએ.

દરેક છોડની જેમ, મોગરાના કુંડામાં ફરીથી રોપણી અને કાપણી પણ જરૂરી છે.

આ કર્યા પછી,  પીસેલો ચોકને માટીમાં ભેળવી દો. આમ કરવાથી  વૃદ્ધિ જોવા મળશે.

ચોકનો છંટકાવ ફક્ત છોડની આસપાસ કરો. તેને મૂળની નજીક પહોંચવા ન દો કારણ કે તે છોડને નુકસાન પહોંચાડી શકે છે.

અઠવાડિયામાં બે વાર ચોકનો ઉપયોગ કરો. આનાથી મોગરાના છોડનો સારો વિકાસ થશે અને તે પુષ્કળ ફૂલો પણ આપશે.