1.8.2025

Plant In Pot : કિચન ગાર્ડનમાં ઉગાડેલા છોડના પાન પર વારંવાર ફૂગ આવી જાય છે ? અપનાવો ટીપ્સ 

Image - soical 

આજકાલ લોકો ઘરે છોડ ઉગાડતા હોય છે. 

તમે ઘણી વખત જોયું હશે કે છોડ અથવા પાંદડા પર સફેદ ફૂગ જોવા મળે છે.

ફૂગના ચેપ પછી છોડનો વિકાસ અટકી જાય છે. જેના કારણે છોડ સુકાઈ જાય છે.

છોડમાંથી ફૂગ દૂર કરવા માટે બે ચમચી બેકિંગ સોડાને બે લિટર પાણીમાં અને અડધી ચમચી સાબુમાં ભેળવી બરાબર મિક્સ કરીને તેને છોડ પર સ્પ્રે કરો.

આ સિવાય 1 લીટર પાણીમાં 1 ચમચી લીમડાનું તેલ નાખીને સારી રીતે મિક્સ કરી છોડ પર સ્પ્રે કરો.

ફૂગ દૂર કરવા માટે 2 લીટર પાણીમાં એક ચમચી હળદર ભેળવીને છોડ પર છાંટવાથી ફૂગ દૂર થઈ જશે.

આ ઉપરાંત પાણીમાં વિનેગર મિક્સ કરીને છોડ પર સ્પ્રે કરી શકો છો.

છોડને ફૂગથી બચાવવા માટે છોડને વધારે પાણી આપવાનું ટાળો. જરૂર પડે ત્યારે જ છોડને પાણી આપો.