ઘરે તલનો છોડ ઉગાડવા અપનાવો આ સરળ ટીપ્સ
Image - Social Media
19.9.2025
તલમાં અનેક પ્રકારના પોષણતત્વો સમાયેલા હોય છે. તેનું સેવન કરવાથી અઢળક લાભ થાય છે.
આ ઔષધીય ગુણ ધરાવતા તલને તમે આ સરળ ટીપ્સથી ઘરે જ ઉગાડી શકો છો.
તલનો છોડ ઉગાડવા માટે સૌથી પહેલા એક મોટુ કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તાની માટી લો.
ત્યારબાદ તેમાં છાણિયુ ખાતર ભેળવીને સારી રીતે મિક્સ કરો. જેથી છોડ સારી રીતે ઉગી શકે.
હવે માટીમાં 2-3 ઈંચની ઉંડાઈએ તલના બીજને મુકીને ઉપરથી માટી ઢાંકી દો. ત્યારબાદ છોડમાં પાણી નાખો.
છોડને સમયાંતરે પાણી નાખો. તેમજ તેની આસપાસ ઉગેલા ઘાસને પણ સમયાંતરે દૂર કરતા રહો.
જેથી છોડને યોગ્ય પોષણ તત્વો મળી રહે. તેમજ સૂર્યપ્રકાશ મળે તે રીતે કૂંડાને મુકો.
તેમજ થોડા દિવસના અંતરે જંતુનાશક દવાનો છંટકાવ કરો. જેથી છોડમાં જીવાત ન પડે. આશરે પાંચથી સાત અઠવાડિયા પછી તલ ઉગવાની શરુઆત થશે.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો