17.6.2025
Plant In Pot : નવા છોડને કુંડામાં ઉગાડવાની સરળ ટીપ્સ અપનાવો
Image - Social Media
આપણે બધાને ખબર છે કે નર્સરીમાં બધા છોડ એકદમ સુંદર અને લીલા રહે છે.
પરંતુ જ્યારે આ જ છોડ નર્સરીમાંથી ઘરના કુંડામાં ઉગાડીએ છીએ, ત્યારે તે 4-5 દિવસમાં સુકાઈ જાય છે અથવા સડી જાય છે.
આવું એટલા માટે થાય છે કારણ કે મોટાભાગના લોકો આ છોડ ઉગાડતા સમયે ભૂલ કરે છે.
છોડને નર્સરીમાંથી ઘરે લાવતાની સાથે જ તેનો કૂંડુ બદલશો નહીં.
જ્યારે તમે નવો છોડ લાવો છો, ત્યારે તેને ઓછામાં ઓછા એક અઠવાડિયા માટે આ રીતે રહેવા દો.
કુંડામાં વાવતી વખતે, માટી ભેજવાળી રહે તે પ્રમાણે જ પાણી ઉમેરો.
નવો છોડ ખરીદતી વખતે, તેને કાળજીપૂર્વક તપાસો; જો પાંદડામાં કાણા કે પીળાશ હોય, તો તેને ખરીદશો નહીં.
આ ઉપરાંત, જ્યારે તમે છોડ ખરીદો છો, ત્યારે તરત જ ખાતર નાખશો નહીં, તેનું કુંડૂ બદલતી વખતે થોડું ખાતર નાખો. આ કિસ્સામાં છોડ સ્વસ્થ રહેશે.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો