અનાનસમાં પોટેશિયમ, કેલ્શિયમ, મેંગેનીઝ, ફોલેટ, વિટામિન A અને વિટામિન K ભરપૂર માત્રામાં જોવા મળે છે.
પાઈનેપલનું સેવન વજન ઘટાડવામાં મદદ કરે છે.
અનાનસમાં મોટી માત્રામાં વિટામિન સી અને ફાઈબર હોય છે, જેથી કેન્સરનું કારણ બને તેવી મુક્ત રેડિકલના ઉત્પાદનને રોકવામાં તે મદદ કરી શકે છે.
પાઈનેપલમાં મેંગેનીઝ અને વિટામિન સી સારી માત્રામાં હોવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.
હૃદયને સ્વસ્થ રાખવા માટે પણ પાઈનેપલનું સેવન કરવુ જોઈએ.
કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને નિયંત્રણ રાખવામાં આવે છે.
નિયમિત અનાનસનું સેવન કરવાથી કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે.
(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)