11 November 2024

શિયાળામાં ખાઓ બાફેલા શિંગોડા, આ 5 બીમારી રહેશે દૂર

Pic credit - gettyimage

શિયાળામાં પાણીની શિંગોડા ખાવા શરીર માટે ફાયદાકારક છે, આજે અમે તમને બાફેલા શિંગોડાના ફાયદા વિશે જણાવીશું

બાફેલા  શિંગોડા પોષક તત્વોથી ભરપૂર હોય છે. જરૂરી પોષક તત્ત્વો જેવા કે એન્ટી-ઓક્સીડેન્ટ, વિટામીન A, B, C, E, પ્રોટીન, ફાઈબર, મેગ્નેશિયમ, પોટેશિયમ, મેંગેનીઝ, કોપર હોય છે

બાફેલા  શિંગોડા ખાવાથી શરીરને હાઇડ્રેટેડ રાખી શકાય છે. બાફેલા શિંગોડા શરીરમાં પાણીની ઉણપને દૂર કરે છે અને હાઇડ્રેશન વધારે છે.

શિંગોડામાં ભરપુર માત્રામાં ફાઈબર જોવા મળે છે. તેનાથી પેટ સંબંધિત અનેક સમસ્યાઓ જેમ કે ગેસ, કબજિયાત, અપચો, ઉલટી, ઝાડા, ઉબકા, પેટનું ફૂલવું વગેરેથી બચી શકાય છે.

શિંગોડામાં કુદરતી રીતે શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. તે શરીર અને લોહીમાં હાજર ગંદકી, હાનિકારક પદાર્થો અને ઝેરી તત્વોને દૂર કરવાનું કામ કરે છે.

શિંગોડા કેલરી ઓછી હોય છે. વધુમાં, ફાઇબર, પ્રોટીન અને અન્ય ઘણા જરૂરી પોષક તત્વો મળી શકે છે.શિંગોડા ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી.

શિંગોડામાં ઓક્સીડેન્ટ જોવા મળે છે. ફેરુલિક એસિડ, ગેલ કેટેચિન, ગેલેટ અને કેટેચિન ગેલેટ જેવા સંયોજનો હોય છે. તે શરીરમાં હાજર ફ્રી રેડિકલ સામે લડવામાં મદદ કરે છે. તેનાથી કેન્સર, ડાયાબિટીસ, હૃદય રોગ જેવી સમસ્યાઓથી બચી શકાય છે.