સ્માર્ટફોનની લતથી આ સરળ રીતે મેળવો છુટકારો, નાનાથી લઈ મોટાની પણ આદત સુધરશે

14 March, 2024 

Image - Instagram

આ દિવસોમાં, સ્માર્ટફોન લોકો પર હાવી થઈ રહ્યો છે. માત્ર યુવાનો જ નહીં,પણ બાળકોથી લઈને મોટાઓ સુધી દરેક વ્યક્તિને મોબાઈલ ફોનનું વ્યસન છે.

Image - Instagram

જે લોકો સ્માર્ટફોનના વ્યસની છે તેઓ વારંવાર ફોન ચેક કર્યા કરે છે અને જો ફોન બંધ થઈ જાય તો બેચેન થઈ જાય છે. 

Image - Instagram

આવા લોકો થોડા કલાકો પણ ફોન વગર શાંતિથી રહી શકતા નથી.ત્યારે ચાલો જાણીએ સ્માર્ટફોનની લતમાંથી કેવી રીતે છુટકારો મેળવવો

Image - Instagram

જે ખિસ્સામાં તમે તમારો ફોન રાખો છો તેની જગ્યા બદલો, તેનાથી  તમારો હાથ વારંવાર નહી જાય અને તમે ફોન કાઢીને યુસ કરવાથી બચશો

Image - Instagram

સ્માર્ટફોન સેટિંગ્સ પર જઈ નોટિફિકેશન બંધ કરો. તેનાથી તમારું ધ્યાન ફોન પર નહી જાય. જો કોઈને મહત્વપૂર્ણ કામ હશે, તો તે તમને સીધો ફોન કરશે.

Image - Instagram

દિવસના અમુક કલાકો માટે તમારો ડેટા બંધ રાખો એટલે કે ઇન્ટરનેટ બંધ રાખો. આ સાથે, તમે ફોનને વારંવાર જોવાની પકડીને બેસી રહેવાની આદત છુટશે

Image - Instagram

તમારા ફોનને ચેક કરવા માટે એક સમય નક્કી કરો, તે સમય દરમિયાન તમારે તમામ અપડેટ્સ તપાસો તે પછી તેને મુકી દો

Image - Instagram

સવારે ઉઠતાની સાથે જ તમે થોડા કલાકો માટે ફોનથી દૂર રહો અને રાત્રે સૂતા પહેલા ફોનને થોડા કલાકો સુધી દૂર રાખો આ સમય તમે સારા પુસ્તક  વાંચો

Image - Instagram

મોબાઈલને જમતી વખતે તેમજ વોશરુમમાં લઈ જતા હોય તો બંધ કરો એક દિવસ બે દિવસ કરવાથી મોબાઈલની આદત છુટી જશે

Image - Instagram