1 માર્ચ 2024

જમ્યા પછી તરત જ આ કામ કરવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.

ખોરાકનો સીધો સંબંધ સ્વાસ્થ્ય સાથે છે, તેથી પોષક તત્વોથી ભરપૂર ખોરાક લેવાની સાથે, કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરુરી છે 

જમ્યા પછી તરત પાણી ક્યારેય ન પીવું જોઈએ. તે પાચન શક્તિ નબડી કરી દે છે. જેના કારણે ખોરાક પચતો નથી અને શરીરને પોષક તત્વો નથી મળતા.

ખાધા પછી જો ફળો ખાવામાં આવે તો તેનાથી પાચનક્રિયામાં સમસ્યા થાય છે, જેનાથી પેટમાં દુખાવો અને બ્લોટિંગ થઈ છે.

જમ્યા પછી તરત જ મીઠાઈ કે પછી ગળ્યું ખાવાની આદત તમને સ્થૂળતા તરફ ધકેલી શકે છે, જેના કારણે ઘણી ગંભીર બીમારીઓ થવા લાગે છે.

જમ્યા પછી ભૂલથી પણ ભારે કસરત અને યોગ ન કરવા જોઈએ, તેનાથી લાભને બદલે નુકસાન થશે.

ખોરાક ખાધા પછી તરત જ આરામથી સૂવા કે બેસવાથી પાચનક્રિયા પર ખરાબ અસર પડે છે, જેના કારણે શરીરને પુરતા પોષકતત્વો મળતા નથી.

જમ્યા પછી ચા અને કોફી લેવાની આદતને સુધારવી જરૂરી છે, નહીંતર તે એસિડિટીની સમસ્યા વધારે છે, ખાસ કરીને રાત્રે આ વાતનું ધ્યાન રાખો.

ભોજન કર્યા પછી 10 થી 15 મિનિટ ચાલવું અથવા વજ્રાસન કરવું અને પાણી પીવા માટે 30 મિનિટનું અંતર રાખવું વધુ સારું છે.