9 March 2025

Holashtak 2025: હોળાષ્ટક દરમિયાન ભૂલથી પણ ના કરવા આ 5 કામ, જાણો કારણ

Pic credit - google

આ વર્ષે હોલિકા દહન 13 માર્ચે થશે અને ધૂળેટી 14 માર્ચે રમવામાં આવશે. હોળીના 8 દિવસ પહેલા હોળાષ્ટક આવે છે.

Pic credit - google

આ વર્ષે હોળાષ્ટક 7 માર્ચથી શરુ થઈ ગયુ છે જે 14 માર્ચ સુધી ચાલશે. હોળાષ્ટકના સમયગાળામાં શુભ કાર્યો પર પ્રતિબંધ છે.

Pic credit - google

એવું કહેવાય છે કે હોળાષ્ટક દરમિયાન કરેલા કામનું ફળ શુભ નથી હોતું. ત્યારે ચાલો જાણીએ આ દરમિયાન કયા કામો ના કરવા  જોઈએ.

Pic credit - google

1. શાસ્ત્રો અનુસાર હોળાષ્ટકમાં લગ્ન જેવા શુભ કાર્યો થતા નથી. આ સિવાય મુંડન, કર્ણવેધ અને નામકરણ જેવી ધાર્મિક વિધિઓ પર કરવાની પણ મનાઈ છે.

Pic credit - google

2.આ સમયગાળા દરમિયાન નવી દુકાન અથવા વ્યવસાય શરુ કરવાનું પણ ટાળવું જોઈએ

Pic credit - google

3. આ સમયગાળા દરમિયાન સોના-ચાંદીના દાગીના પણ ના ખરીદવા જોઈએ, તેમજ કપડાં, ઘર સજાવટની વસ્તુઓ વગેરે પણ ખરીદવાથી બચવું જોઈએ

Pic credit - google

4. હોળાષ્ટક દરમિયાન ઘરનું બાંધકામ, વાહન અથવા મિલકત વેચવા અથવા ખરીદવાથી પણ બચવું જોઈએ.

Pic credit - google

5. આ દરમિયાન ભૂલથી પણ યજ્ઞ અને હવન જેવા કાર્યો ન કરવા જોઈએ. એવું કહેવાય છે કે આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલ યજ્ઞ-હવનનું ફળ મળતું નથી.

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી માન્યતાઓ અને શાસ્ત્રોને આધારે છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - google