28.7.2024

આશા ભોંસલે અને વિકી કૌશલની મનપંસદ સોલકઢી આ રીતે બનાવો

Image - Freepik 

મહારાષ્ટ્ર અને ગોવામાં સોલકઢી ખૂબ જ પ્રખ્યાત છે.

સોલકઢી બનાવવા માટે સૌપ્રથમ સૂકા કોકમ ગરમ પાણીમાં 30 થી 45 મીનિટ સુધી પલાળી રાખો.

હવે  લીલું મરચું, જીરું, લસણ, લીલા ધાણા અને મીઠું નાખીને એક પેસ્ટ બનાવો.

 નારિયેળને છીણી તેમાં પાણી ઉમેરીને સ્મૂધ બનાવો. હવે આ સ્મૂધ પસ્ટને બારીક ચાળણી દ્વારા ગાળી લો. જેથી નારિયેળનું દૂધ બની જશે.

આ નારિયેળમાંથી બનાવેલા દૂધમાં લીલા મરચાની તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો.

ત્યાર બાદ તેમાં પલાળેલા કોકમની પેસ્ટ ગાળીને ઉમેરો. ધ્યાન રાખો કે કઢી વધારે ખાટી ન થઈ જાય.

સોલકઢીને ગાર્નિશ કરવા માટે તમે ફુદીના પાન, કોથમીર અથવા તો ગુલાબના પાનનો ઉપયોગ કરી શકો છો.

નાસ્તા સાથે સોલકઢીનું સેવન કરી શકાય છે. તેમજ ગોવામાં આ કઢીને ભાત સાથે પીરસવામાં આવે છે.