હાર્દિક-નતાશાના છૂટાછેડા, દીકરો અગસ્ત્ય કોની સાથે રહેશે ?

18 July, 2024

હાર્દિક પંડ્યાને તેના અંગત જીવનમાં મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાનો આ ઓલરાઉન્ડર તેની પત્ની નતાશા સ્ટેનકોવિકથી અલગ થઈ ગયો છે.

હાર્દિક પંડ્યાએ જણાવ્યું કે તેણે નતાશાથી છૂટાછેડા લઈ લીધા છે. નતાશા ભારત છોડીને સર્બિયા ગઈ છે.

હાર્દિક અને નતાશાના અલગ થયા બાદ સૌથી મોટો સવાલ એ છે કે તેમનો 3 વર્ષનો પુત્ર અગસ્ત્ય હવે કોની સાથે રહેશે?

હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પોસ્ટ પર માહિતી આપી હતી કે તે અને નતાશા બંને અગસ્ત્યનો ઉછેર કરશે.

અગસ્ત્ય પણ તેની માતા નતાશા સાથે સર્બિયા ગયો છે, તેથી માનવામાં આવે છે કે તે તેની માતા સાથે રહેશે.

નતાશા અને હાર્દિક પંડ્યાના લગ્ન 2020માં થયા હતા. ગયા વર્ષે બંનેએ હિંદુ અને ખ્રિસ્તી ધર્મના રીતિ-રિવાજ પ્રમાણે ફરી લગ્ન કર્યા હતા.