અનંત અંબાણીના રોયલ વેડિંગનું થશે ઈન્ટરનેશનલ પ્રીમિયર

12 July, 2024

All Photos - Getty/Yogen Shah/ Insta/Reuters

મુકેશ અને નીતા અંબાણીના લાડકા પુત્ર અનંત 12 જુલાઈના રોજ વર બનશે. તે તેની પ્રેમિકા રાધિકા મર્ચન્ટ સાથે સાત ફેરા લેશે.

આ લગ્નની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. લગ્નમાં હાજરી આપવા માટે દેશ-વિદેશના પ્રખ્યાત લોકો મુંબઈ પહોંચ્યા છે.

રિયાલિટી ટીવી સ્ટાર્સ કિમ અને ફલોઇ કાર્દાશિયન પણ વર્ષના સૌથી ભવ્ય લગ્નના સાક્ષી બનશે. મુંબઈ પહોંચતા જ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

હોટલ પહોંચ્યા પછી કિમ અને ફલોઇને ગુલદસ્તો આપવામાં આવ્યો. કપાળ પર તિલક લગાવ્યું અને શાલ ઓઢાડી. કિમે ઈન્સ્ટા પર હોટલના ઈન્ટિરિયરનો ફોટો શેર કર્યો છે.

પરંતુ શું તમે જાણો છો કે કિમના ભારત આવવાનો હેતુ માત્ર અંબાણીની ઉજવણીનો ભાગ બનવાનો નથી.

એક મીડિયા અહેવાલ મુજબ, કિમ અને ફલોઇ તેમના રિયાલિટી શો 'ધ કાર્દાશિયન્સ' માટે અંબાણી લગ્નને કેપ્ચર કરશે.

સૂત્રોનું કહેવું છે કે કિમ પોતાની આખી ગ્લેમ ટીમને ભારત લઈને આવી છે. તેના હેરસ્ટાઈલિસ્ટ ક્રિસ એપલટન ઉપરાંત ફિલ્મના નિર્માતાઓ પણ આમાં સામેલ છે.

અનંત-રાધિકાના લગ્નનને કેમેરામાં કેદ કરવામાં આવશે. કિમની ટીમે લગ્ન માટે મુંબઈ આવવા-જવાની ક્ષણ કેપ્ચર કરવાનું પણ આયોજન કર્યું છે.

'ધ કાર્દાશિયન્સ'ની 5 સીઝન આવી ચૂકી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આગામી છઠ્ઠી સિઝનમાં અનંત અંબાણીના લગ્ન અને તેમની ભારત મુલાકાત બતાવવામાં આવશે.

'ધ કાર્દાશિયન્સ' એક અમેરિકન રિયાલિટી ટીવી સીરિઝ છે. જેમાં કાર્દાશિયન-જેનર પરિવારના અંગત જીવન પર ફોકસ કરવામાં આવ્યું છે. તે Hulu એપ્લિકેશન પર સ્ટ્રીમ કરે છે. આ શો યુવાનોમાં ઘણો ફેમસ છે.