વાહનમાં CNG કિટ લગાવવાના ઘણા છે નુકશાન 

02 April, 2024

વાહનમાં CNG કિટ લગાવતા પહેલા તમારે કેટલીક બાબતો વિશે જાણવું જોઈએ. 

CNG કિટ લગાવવાનો સૌથી મોટો ગેરલાભ એ છે કે બૂટ સ્પેસ રહેતી નથી.

હેચબેક કારમાં બૂટ સ્પેસ પૂરી રીતે ખતમ થઈ જાય છે, જ્યારે સેડાન કારમાં માત્ર થોડી જ બૂટ સ્પેસ બાકી રહે છે.

CNG કીટ લગાવ્યા બાદ શોકર પર પણ વિપરીત અસર થાય છે. કારણ કે CNG સિલિન્ડરનું વજન 25 થી 30 કિગ્રા છે.

પેટ્રોલ કારની સરખામણીમાં CNG પર ચાલતી કારનું પરફોર્મન્સ ઓછું હોય છે. કારણ કે CNGમાં ઉર્જા ઘનતા ઓછી હોય છે.

CNG કિટ લગાવ્યા પછી, સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે કારની સર્વિસિંગ અને મેન્ટેનન્સની જરૂરિયાત વધી જાય છે.

CNG ફિલ્ટર, ગેસ લાઇન અને અન્ય ભાગો સમયાંતરે બદલવા પડે છે.

એવું માનવામાં આવે છે કે CNG કિટની કારના એન્જિન પર પણ ખરાબ અસર પડે છે, જેનાથી એન્જિનની લાઈફ ઘટી જાય છે.