હોળીની પ્રદક્ષિણા કરતી વખતે આ 2 મંત્રનો જાપ કરો, વર્ષ દરમિયાન થશે ખુબ પ્રગતિ

22  March, 2024 

હોળી, રંગો અને હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર, દર વર્ષે ઉજવવામાં આવે છે. આ વર્ષે હોળીનો તહેવાર 24- 25 માર્ચ 2024ના રોજ ઉજવવામાં આવી રહ્યો છે

આ તહેવારનું ધાર્મિક મહત્વ છે. આ તહેવારમાં અનેક પ્રકારની બાધાઓ દૂર કરવાના ઉપાયો અજમાવામાં આવે છે

હોળી ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે. સાંજે હોળી પ્રગટાવવામાં આવે છે. પ્રદક્ષિણા કરવામાં આવે છે અને બીજા દિવસે ધુળેટી ઉજવવામાં આવે છે

હોલિકાની પૂજા કરતી વખતે અગ્નિમાં ધાણી, જવ,ખજુર,શ્રીફળ વગેરે સહિતની અનેક વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે

આ સાથે હોળીની રાત્રે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જેને આપણે અગ્નિ પ્રગટાવતી વખતે અને હોલિકાની પૂજા કરતી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ

હોળીની પ્રદક્ષિણા કરતી વખતે તમે બે મંત્રોનો જાપ કરો, જીવનભર પ્રગતિ અને સમૃદ્ધિના માર્ગો ખુલ્લા રહે

હોળીમાં કેટલીક વસ્તુઓ અર્પણ કરતી વખતે આ મંત્રનો જાપ કરવો શુભ છે. अहकूटा भयत्रस्तैः कृता त्वं होलि बालिशैः। अतस्वां पूजयिष्यामि भूति-भूति प्रदायिनीम्।

સૌથી સરળ મંત્ર છે. ॐ होलिकायै नम: આ મંત્રો આ મંત્રનો જાપ કરવાથી જીવનમાં સુખ શાંતિ વધે છે