દુનિયાના ક્યા દેશોમાં બિકીની પહેરવા પર છે પ્રતિબંધ?

1 JAN 2025

કેટલાક દેશોમાં બિકીની પહેરવા પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 

ખાસ કરીને સાર્વજનિક સ્થાનોએ આ દેશોમાં યુવતીઓ બિકની નથી પહેરી શકતી.

ચાલો આજે અમે આપને જણાવીએ ક્યા દેશોમાં બિકીની નથી પહેરી શકાતી. 

સંયુક્ત આરબ અમીરાતમં પણ બિકની પહેરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 

2013માં રાસ અલ- ખૈમાહ રાજ્યમાં સમુદ્ર તટો પર સ્વિમવિયર પહેરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. 

જો કે દુબઈથી લગભગ 95 કિલોમીટર દૂરના બીચ પર યુવતીઓ બિકીની પહેરી શકે છે. 

આ તરફ ઈરાનમાં પણ બિકીનીને સંપૂર્ણ રીતે વર્જિત જાહેર કરાઈ છે.

તમને જાણીને નવાઈ લાગશે કે માલદીવ્સના સ્થાનિક દ્વીપો પર પણ બિકીની પહેરવા પર સખ્ત પ્રતિબંધ છે. 

જો કે માલદીવ્સમાં ટુરિસ્ટને રિસોર્ટ્સ અને ખાનગી બીચ જ્યાં આવેલા છે ત્યા બિકીની પહેરાવા પર કોઈ પ્રતિબંધ નથી.