મોઢામાંથી હમેંશા દુર્ગંધ આવે છે, તો અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર

21 March, 2024 

Image - Socialmedia

સામાન્ય રીતે દાંત, પેઢાં, જીભ અને ગલોફાંની યોગ્ય સફાઈ ન રાખવામાં આવે ત્યારે મોઢામાંથી ગંદી વાસ આવે છે. 

Image - Socialmedia

મોંમાંથી ખરાબ વાસ આવવાથી લોકો સામે બોલતી વખતે શરમજનક સ્થિતિ પેદા થાય છે.

Image - Socialmedia

ક્યારેક ક્યારેક શરીરને જેટલા પાણીની જરૂર હોય છે એટલું પાણી ન પીવા પર પણ મોંમાંથી વાસ આવતી હોય છે.ત્યારે ચાલો જાણીએ ઉપાય

Image - Socialmedia

સવારે લીમડાનું દાતણ સૌથી ઉત્તમ છે. દાતણ કરવાથી દાંત મજબૂત તથા નિરોગી બને છે. મુખ સાફ રહે છે અને વાસ પણ નથી આવતી.

Image - Socialmedia

એવું માનવામાં આવે છે કે કાચા ધાણા ચાવવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે. તેમાં એવા તત્વો હોય છે જેના કારણે લાભ પળવારમાં દેખાઈ જાય છે.

Image - Socialmedia

મોઢાની દુર્ગંધથી છુટકારો મેળવવા માટે તમે કાચી વરિયાળીને પણ ચાવી શકો છો. વરિયાળી પાચનક્રિયા પણ સુધારે છે.

Image - Socialmedia

જો મોઢાની દુર્ગંધની સમસ્યા તમને વારંવાર પરેશાન કરે છે, તો પાણીમાં લીંબુ નિતારી તેના કોગળા કરો

Image - Socialmedia

મોઢાની દુર્ગંધ દૂર કરવા અને તાજગી લાવવા માટે ફુદીનો શ્રેષ્ઠ વિકલ્પ છે. ફુદીનાના પાનને પીસીને પાણીમાં મિક્સ કરો. આ પાણીથી કોગળા કરો અને તફાવત જુઓ.

Image - Socialmedia

દાંતના સ્વાસ્થ્ય માટે આયુર્વેદમાં લવિંગને ખૂબ જ અસરકારક કહેવામાં આવ્યું છે. શ્વાસની દુર્ગંધ માટે લવિંગ મોઢામાં રાખવાથી પણ દુર્ગંધ દૂર થઈ જાય છે 

Image - Socialmedia