કાવ્યા કે ઈશા અંબાણી નહીં,  આ છે દેશની સૌથી અમીર દીકરી

18 July, 2024

જો તમે કાવ્યા મારન કે ઈશા અંબાણીને દેશની સૌથી અમીર દીકરી માની રહ્યા છો તો તમે ખોટા છો.

હકીકતમાં અહેવાલ અનુસાર અનન્યા બિરલાને દેશની સૌથી અમીર દીકરી માનવામાં આવે છે. અનન્યા બિરલાની નેટવર્થ બંને કરતાં વધુ છે.

અનન્યા બિરલા બીજું કોઈ નહીં પણ દેશના સૌથી મોટા બિઝનેસમેનમાંથી એક કુમાર મંગલમ બિરલાની દીકરી છે.

અનન્યા બિરલાની કુલ સંપત્તિ વિશે વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે 13 અબજ ડોલર એટલે કે એક લાખ કરોડ રૂપિયા છે.

બીજી તરફ, મીડિયા રિપોર્ટ્સ અનુસાર કલાનિધિ મારનની પુત્રી કાવ્યા મારનની કુલ સંપત્તિ 409 કરોડ રૂપિયા છે.

બીજી તરફ મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈશા અંબાણીની કુલ સંપત્તિ 831 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

અનન્યાને 2016માં યંગ બિઝનેસ પર્સનનો એવોર્ડ સહિત બિઝનેસ સંબંધિત ઘણા એવોર્ડ મળ્યા છે.

અનન્યા બિરલા માઇક્રો ફાઇનાન્સ કંપની સ્વતંત્રના સ્થાપક અને એમપાવરના સહ-સ્થાપક છે.