અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું ઇટાલીમાં ક્રૂઝ પર પ્રી-વેડિંગ સેલિબ્રેશન પૂરું થઈ ગયું છે, પરંતુ હજુ પણ તસવીરો આવી રહી છે અને બધાનું ધ્યાન ખેંચી રહી છે.
જાહ્નવી કપૂરે હાલમાં જ તેના યુરોપ ટૂરના કેટલાક ફોટા શેર કર્યા હતા, જેમાં તે તેના બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે મસ્તી કરતી જોવા મળી હતી.
જાહ્નવીએ કેપ્શનમાં આભાર માન્યો અને લખ્યું- મારા માટે આ ખૂબ જ સારો વીકેન્ડ હતો.
જાહ્નવી ખુશીથી તેના બોયફ્રેન્ડનો હાથ પકડીને જોવા મળી હતી. શોર્ટ ફ્રોક ડ્રેસમાં તે બેબી ડોલથી ઓછી દેખાતી નહોતી.
બીજા ફોટામાં અભિનેત્રી તેના બોયફ્રેન્ડને પ્રેમથી જોતી જોવા મળી હતી. શિખર જોરથી હસી રહ્યો હતો.
યુરોપની જાહ્નવીની આ તસવીરો જોઈને ઓરી પણ તેના વખાણ કરતો અને કોમેન્ટ કરતી જોવા મળી હતી.