કાજોલ પહેલા આ બે હિરોઈન પર દિલ હારી ગયો હતો અજય દેવગન 

17 March, 2024 

બોલિવૂડ એક્ટર અજય દેવગન પોતાના કામની સાથે સાથે અંગત જીવનને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.

આજે અજય તેની પત્ની કાજોલ સાથે સારું જીવન જીવી રહ્યો છે. પરંતુ કાજોલ પહેલા એક્ટરનું નામ ઘણી હિરોઈન સાથે જોડાઈ ચૂક્યું છે.

અજય દેવગનનું નામ કરિશ્મા કપૂર સાથે જોડાયેલું હતું. દરેક જગ્યાએ તેમના પ્રેમની ચર્ચાઓ થતી હતી.

દર્શકોને પણ અજય અને કરિશ્માની જોડી ઘણી પસંદ આવી હતી. કરિશ્મા અને અજયના લગ્નના સમાચાર પણ સામે આવ્યા હતા.

એવું માનવામાં આવતું હતું કે બંને સ્ટાર્સ લગ્ન કરવા જઈ રહ્યા છે. પરંતુ સંબંધ આગળ વધે તે પહેલા જ બંને વચ્ચે ઝઘડો થયો હતો.

કરિશ્મા બાદ અજયનું નામ રવિના ટંડન સાથે પણ જોડાયું હતું. રવિના અને અજયે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું

પરંતુ રવિનાથી અલગ થયા બાદ અજયે કાજોલ સાથે લગ્ન કરી લીધા. જોકે આ મુદ્દાઓ પર ક્યારેય કોઈએ ખુલીને વાત કરી નથી