દેશી ગર્લ પ્રિયંકા ચોપરા પહોંચી સ્વિત્ઝરલેન્ડ, શેર કરી તસવીરો 

20 April, 2024

પ્રિયંકા ચોપરા હવે માત્ર બોલિવૂડની દેશી ગર્લ નથી રહી પરંતુ ગ્લોબલ સ્ટાર બની ગઈ છે.

પ્રિયંકાએ નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે અને લગ્ન પછી તે દેશની બહાર સ્થાયી થઈ ગઈ છે.

પ્રિયંકાએ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્વિત્ઝર્લેન્ડ વેકેશનની તસવીરો શેર કરી છે.

પ્રિયંકાએ પણ સ્નો ફોલનો એક સુંદર વીડિયો શેર કર્યો છે. જો કે આ વચ્ચે પ્રિયંકાના ચહેરાએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

કેટલાક લોકો કોમેન્ટ સેક્શનમાં એવું કહેતા જોવા મળે છે કે પ્રિયંકાના ચહેરામાં પહેલાની સરખામણીએ ઘણો બદલાવ ગયો છે.

એક યુઝરે કોમેન્ટ કરી કે, 'તમે બીમાર દેખાઓ છો અને તમારા હોઠ પર ઘણા બધા બોટોક્સ છે.'

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ પ્રિયંકા ચોપરા ભારત આવી હતી, જ્યારે તેણે તેની બહેન મન્નારાના જન્મદિવસમાં હાજરી આપી હતી.

આવનારા સમયમાં પ્રિયંકા ધ બ્લફ નામની ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ OTT પર રિલીઝ થશે.