25 June 2024

સૌરાષ્ટ્રના રંગીલા રાજકોટની વાત જ કંઈક અલગ છે. પણ શું તમે તેનું પ્રાચીન નામ જાણો છો?

Pic credit - Freepik

આ રંગીલું રાજકોટ આજી નદીના કિનારે વસેલું શહેર છે. આજે તેની જોડાયેલા જૂના નામ વિશે જાણો

વર્ષ 1612માં રાજકોટની સ્થાપના જાડેજા વંશના ઠાકુર વિભાજી જાડેજાએ કરી હતી.

આ શહેરને ગુજરાતના એન્જિનિયરિંગ અને વાહનોના પાર્ટ્સ ઉત્પાદન માટે જાણીતું માનવામાં આવે છે.

જૂનાગઢના નવાબ માસૂમ ખાને 1720માં કબ્જો કરીને આનું નામ મૌસમાબાદ કરી દીધું હતું.

પરંતુ 1932માં શાસક મેરામનજીના પુત્રે તેનું નામ ફરીથી 'રાજકોટ' રાખ્યું હતું.

અત્યાર સુધીમાં ઘણા શહેરોના નામ બદલાઈ ચુક્યા છે. જેમ કે ચેન્નઈ પહેલાં મદ્રાસ કહેવાતું તેવી જ રીતે પૂનાને બદલીને પૂણે કરવામાં આવ્યું છે. 

મહારાષ્ટ્રના બોમ્બેનું નામ બદલીને મુંબઈ કર્યું, કોલકાતા પહેલા કલકત્તા તરીકે ઓળખાતું હતું.

હવે કેરળનું નામ બદલવાની પણ વાતો થઈ રહી છે. આવનારા સમયમાં જોવું રહ્યું કે, કેરળનું નામ કેરલમ થાય છે કે કેમ...