14 May 2025

શરૂ કરો તમારું પોતાનું ટૂ-વ્હીલર ગેરેજ!

Pic credit - GettyImages

ટૂ-વ્હીલર રિપેર અને સર્વિસ સેન્ટર શરૂ કરવું એક લાભદાયી વ્યવસાય બની રહ્યો છે. 

લાભદાયી વ્યવસાય

આ વ્યવસાય શરૂ કરવા માટે તમારે  200-400 સ્ક્વેર ફૂટ જેટલી જગ્યાની જરૂર પડશે.

કેટલી જગ્યાની જરૂર 

બીજું કે, જૅક, એર કમ્પ્રેસર, ઓઈલ ચેન્જ કિટ, ટૂલ કિટ, બેટરી ટેસ્ટર વગેરે તમારી પાસે ઉપલબ્ધ હોવું જોઈએ. 

આ સાધનો ઉપલબ્ધ હોવા જોઈએ 

આ બિઝનેસમાં શરૂઆતમાં ઓછામાં ઓછા બે માણસોની જરૂર પડે છે. ટૂંકમાં કહીએ તો, એક મેકનિક અને એક હેલ્પર એમ બે માણસો સાથે રાખવા જોઈએ. 

બે માણસો સાથે રાખવા

આ બિઝનેસમાં આશરે ₹1.5 લાખથી ₹3 લાખ સુધીનું રોકાણ કરવું પડી શકે છે. જેમાં સાધનો, જગ્યાનું ભાડું અને ફર્નિચરનો ખર્ચ પણ આવી જાય છે. 

બિઝનેસ રોકાણ

બિઝનેસ શરૂ કરવા માટે ગુમાસ્તા લાયસન્સ, દુકાનનું ભાડાનામું કે માલિકી, દસ્તાવેજ, પાનકાર્ડ, આધારકાર્ડ અને GST રજીસ્ટ્રેશનની પણ જરૂર પડે છે.     

જરૂરી દસ્તાવેજ 

તમે આ બિઝનેસમાં આરામથી દર મહિને ₹30,000 થી ₹70,000 સુધીનો નફો મેળવી શકો છો.

દર મહિને નફો 

આજના સમયમાં માર્કેટિંગ માટે Google Business, WhatsApp સ્ટેટસ, Instagram જેવા ઓનલાઈન પ્લેટફોર્મ ખૂબ ઉપયોગી છે. 

માર્કેટિંગ

જો તમને ટૂ-વ્હીલર રિપેરિંગ બિઝનેસમાં રસ હોય તો તમે ITI કોલેજો અને Government Skill Centresમાં ઓન-હેન્ડ ટ્રેનિંગ માટેના કોર્સ કરી શકો છો. આ સિવાય પ્રાઇવેટ ગેરેજથી પણ તમે ઓન-હેન્ડ ટ્રેનિંગ લઈ શકો છો. 

ઓન-હેન્ડ ટ્રેનિંગ