સૂકો મેવો પ્રોટીન, વિટામીન અને મિનરલ જેવા તમામ પોષક તત્વોથી ભરપૂર હોય છે જે તમને અનેક પ્રકારનો ફાયદો પહોંચાડે છે.
પરંતુ ડ્રાયફ્રુટ્સ ખાતા પહેલા તેને પલાળવાની સલાહ આપવામાં આવે છે. શું તમે ક્યારેય વિચાર્યુ છે કે તેની પાછળનું કારણ શું છે ?
ખરેખર ડ્રાઈ ફ્રુટ્સને પલાળીને ખાવાના અનેક ફાયદા છે. પહેલા તો તેનાથી ગરમ ડ્રાઈફ્રુટ્સની તાસીર ઠંડી થઈ જાય છે. આ ઉપરાંત તેના પોષણ મૂલ્યમાં વૃદ્ધિ થાય છે અને તેને પચાવવુ આસાન છે.
પરંતુ એ જાણવુ જરૂરી છે કે ક્યા ડ્રાયફ્રુટ્સને પલાળવા જોઈએ અને કોને નહીં.
બદામ સૌથી વધુ લોકપ્રિય સૂકામેવો છે જે હેલ્ધી ફેટ, પ્રોટીન અને જરૂરી વિટામીનથી ભરપૂર હોય છે. બદામને પુરી રાત પલાળીને ખાવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી પાચન કરનારા એન્જાઈમ સક્રિય થાય છે.
સાથે જ તેનાથી તમારા શરીરમાં આસાનીથી તેમા રહેલુ વિટામીન ઈ અને મેગ્નેશ્યિમ જેવા પોષક તત્વોને ઓબ્ઝર્વ કરે છે.
અખરોટમાં ઓમેગા-3, ફેટી એસિડ, એન્ટી ઓક્સિડેન્ટ અને જરૂરી ખનિજ હોય છે. પાણીમાં પલાળવાથી તેમા રહેલા ટેનિનની માત્રા ઓછી થઈ જાય છે જેનાથી પચાવવામાં સરળતા રહે છે.
બદામ અને અખરોટથી વિપરીત, કાજુને ખાતા પહેલા પલાળી રાખવાની જરૂર નથી કારણ કે તે કાચા ખાવામાં પણ થોડા નરમ અને પચવામાં સરળ હોય છે.
પિસ્તાને પલાળવાની પણ જરૂર નથી કારણ કે તેમાં ફાયટીક એસિડ ઓછું હોય છે એટલે કે તેના પોષક તત્વો પલાળ્યા વિના સરળતાથી શોષાય છે.
પિસ્તાને પલાળવાની પણ જરૂર નથી કારણ કે તેમાં ફાયટીક એસિડ ઓછું હોય છે એટલે કે તેના પોષક તત્વો પલાળ્યા વિના સરળતાથી શોષાય છે.