બાળકને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રેરિત કરવાની સરળ ટિપ્સ

08 Sep, 2024

બાળકને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રેરિત કરવાની સરળ ટિપ્સ

તમારા બાળકને હાંસલ કરી શકાય તેવા શૈક્ષણિક ધ્યેયો સેટ કરવામાં મદદ કરો, કાર્યોને નાના સ્ટેપમાં અલગ કરો જેથી અભ્યાસ ઓછો બોજારૂપ લાગે.

અભ્યાસ માટેના સમય સાથે ડે પ્લાન બનાવો, જેથી સ્ટડી તેમની દિનચર્યાનો ભાગ બની જાય.

અભ્યાસ દરમ્યાન ટૂંકો વિરામો એકાગ્રતા જાળવવામાં અને થાકને રોકવામાં મદદ કરે છે.

ખાતરી કરો કે તમારા બાળક પાસે શાંત અને વ્યવસ્થિત અભ્યાસ કરવા માટેની જગ્યા છે જે ફોન, ટીવી અથવા મોટા અવાજો જેવા વિક્ષેપોથી દૂર રહે છે.

તમારા બાળકના આત્મવિશ્વાસ અને પ્રેરણાને વધારવા માટે તેના પ્રયત્નો અને પ્રગતિને ઓળખો તેમની પ્રસંશા કરો.

ક્વિઝ, શૈક્ષણિક રમતો અથવા ફ્લેશકાર્ડ્સનો ઉપયોગ કરીને અભ્યાસને ઇન્ટરેક્ટિવ બનાવો.

જાતે વાંચીને, નવા વિષયો પર ચર્ચા કરીને અથવા તમે જે શીખ્યા તે શેર કરીને, તમારા બાળક માટે પ્રેરણાદાયક વાતાવરણ ઊભું કરી શકો.

All Photos - Getty Images