વિશ્વની સૌથી સાંકડી નદી, છલાંગ લગાવશો તો બીજો કિનારો આવી જશે

13 ફેબ્રુઆરી 2024

Credit: Oddity central/Pixabay

પાણી વગર જીવન શક્ય નથી. પાણી એ સજીવસૃષ્ટિ માટે જીવાદોરી સમાન છે.

પાણી

એમેઝોન નદી વિશ્વની સૌથી લાંબી નદીઓમાંની એક તેમજ સૌથી પહોળી નદી છે. તેની પહોળાઈ 140 કિલોમીટર છે.

પહોળી નદી

શું તમે જાણો છો કે વિશ્વની સૌથી પાતળી નદી ક્યાં છે અને તેની પહોળાઈ કેટલી છે? 

સૌથી પાતળી નદી

અહેવાલો અનુસાર હુઆલાઈ (Hualai) નદી વિશ્વની સૌથી પાતળી નદી છે. તે ઉત્તર ચીનમાં વહે છે.

હુઆલાઈ નદી

ચીનના નિષ્ણાંતોનું કહેવું છે કે, હુઆલાઈ નદી ઓછામાં ઓછા 10 હજાર વર્ષથી વહેતી રહી છે. તેની લંબાઈ 17 કિલોમીટર છે.

17 કિલોમીટર લાંબી

સૌથી પાતળી નદીની સરેરાશ પહોળાઈ માત્ર 15 સેન્ટિમીટર છે. એક જગ્યાએ તે માત્ર 4 સેન્ટિમીટર પહોળી છે.

સરેરાશ પહોળાઈ કેટલી છે?

ઓડિટી સેન્ટ્રલના રિપોર્ટ અનુસાર હુઆલાઈ નદી બહુ પહોળી નથી, પરંતુ તેની ઊંડાઈ 50 સેમી સુધી છે.

50 સેમી ઊંડાઈ

હુઆલાઈ નદી ભૂગર્ભ ઝરણામાંથી નીકળે છે. તે દલાઈ નૂર નામના તળાવમાં ભળી જાય છે.

દલાઈ નૂર તળાવ