તમે ઉંદરો સેનાથી પરેશાન છો? તેમને ભગાડવા માટે આ રીત અપનાવો
03 Fab 2024
Pic credit - Freepik
ઘરની અંદર ઉંદરો કેટલીક વાર આવી જતા હોય છે. ખાસ કરીને કિચનમાં વધારે હેરાન પરેશાન કરી મુકે છે.
ઉંદરોનું સામ્રાજ્ય
ઉંદરો ઘરના કપડાં અને અનાજને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે. તેનાથી છુટકારો મેળવવા માટે લોકો દવાઓથી લઈને પિંજરા રાખવા સુધીના પ્રયાસો કરે છે.
ઘરમાં ઉંદરો
ઘરના ઉંદરો માત્ર કપડાં અને અનાજ બગાડે છે, આ સિવાય તે ઘણી બીમારીઓનું કારણ પણ બની શકે છે.
રોગ ફેલાવે છે
જો તમારા ઘરમાં ઉંદરો છે અને તમે તેમને પકડી નથી શકતા તો ઘરની કેટલીક વસ્તુઓ ઉપયોગી થઈ શકે છે.
ઉંદરોને આ રીતે ભગાડો
ફટકડીના પાઉડરને પાણીમાં ઓગાળીને તેને સ્પ્રે બોટલમાં ભરી દો. જ્યાં ઉંદરો આવવાની શક્યતા વધુ હોય છે ત્યાં તેને છંટકાવ કરો. આ રીતે થોડાં દિવસો સુધી સતત કરો.
ફટકડીનો છંટકાવ
કપૂરનો પાઉડર બનાવીને વિવિધ જગ્યાએ માટીના દીવાઓમાં રાખો, થોડાં જ દિવસોમાં ઉંદરો ધીમે-ધીમે તમારા ઘરમાં આવવાનું બંધ કરી દેશે.
કપૂરનો ઉપયોગ
જો તમે ઘરમાંથી ઉંદરોને ભગાડવા માંગતા હોવ તો તમારા ઘરમાં જે જગ્યાએ ઉંદરો છુપાયા હોય ત્યાં પેપરમિન્ટ સ્પ્રેનો છંટકાવ કરો, આવી સ્થિતિમાં ફરીથી ઉંદરો ત્યાં નહીં આવે.
પેપરમિન્ટ સ્પ્રે
ઘરમાં ઉંદરો તે જગ્યાઓ પર વધુ આવે છે જ્યાં ખાદ્યપદાર્થો હોય છે. આવી સ્થિતિમાં ભૂલથી પણ અનાજને ખુલ્લો ન છોડો અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો.