19 Feb 2024

જો તમારે સ્વસ્થ રહેવું હોય તો જમવાનો યોગ્ય સમય કરો સેટ

Pic credit - Freepik

દોડતી-ભાગતી જિંદગીમાં ઘણી વાર લોકોને જમવાનો પણ સમય નથી રહેતો. હેલ્ધી રહેવા માટે સમયસર ખોરાક ખાવો એ પહેલી પ્રાથમિકતા છે.

સમયસર ભોજન

 સ્વસ્થ રહેવા માટે માત્ર પોષક તત્વોથી ભરપૂર ખોરાક જ થાળીમાં સામેલ કરવો જોઈએ એટલું જ નહીં, યોગ્ય સમયે ખાવું પણ એટલું જ જરૂરી છે.

ખોરાક અને હેલ્ધ

દિવસમાં ત્રણ વખત ખાવું જરૂરી છે એટલે કે નાસ્તો, લંચ અને ડિનર યોગ્ય સમયે જમવાથી ઘણી સમસ્યાઓથી બચવામાં મદદ કરે છે.

નાસ્તો, લંચ અને ડિનર

સવારનો નાસ્તો એટલે પહેલું ભોજન જે દિવસભર સ્ફુરતિદાયક રહેવા માટે સૌથી મહત્વપૂર્ણ છે. સવારે 7 થી 9ની વચ્ચે નાસ્તો કરવો યોગ્ય માનવામાં આવે છે.

સવારના નાસ્તાનો સમય

લંચની વાત કરીએ તો બપોરના 12:30 થી 2 વાગ્યા સુધીમાં લંચ લેવું વધુ સારું છે. માત્ર એટલું ધ્યાનમાં રાખો કે નાસ્તો અને લંચ વચ્ચે લગભગ 4 કલાકનું અંતર હોવું જોઈએ.

લંચ ટાઈમ

7 થી 8 વાગ્યાની વચ્ચે રાત્રિભોજન કરવું બેસ્ટ માનવામાં આવે છે. કારણ કે ખાવા અને સૂવાની વચ્ચે લગભગ 2 કલાકનું અંતર હોવું જોઈએ. જેથી પાચન યોગ્ય રહે.

રાત્રિભોજનનો સમય 

સવારે ઉઠીને ફ્રેશ થયા પછી લગભગ અડધા કલાકની અંદર કંઈક ખાવું જોઈએ. લાંબા સમય સુધી ખાલી પેટ રહેવાને બદલે હેલ્ધી નાસ્તો ખાવાની ટેવ પાડવી જોઈએ.

ખાલી પેટે ન રહો

જમ્યા પછી પલંગ પર સૂવું અથવા એક જગ્યાએ બેસી રહેવું યોગ્ય નથી, તેથી 10થી 15 મિનિટ ચાલવું જોઈએ.

આ વાતનું ધ્યાન રાખો