સારા અલી ખાન કરિશ્મા અને કરીનાને આ નામથી બોલાવે છે

18 માર્ચ 2024

Pic credit - Freepik

સારા અલી ખાને અને કરિશ્મા કપૂરે ફિલ્મ મર્ડર મુબારક કરી છે, જેમાં બંનેએ અલગ-અલગ કેરેક્ટર પ્લે કર્યા છે.

કરિશ્મા સાથે સારાનું બોન્ડિંગ ખૂબ જ સારું છે. સારા, કરિશ્મા ને શું કહીને બોલાવે છે તે તમને જણાવશું

કરીના કપૂરની મોટી બહેન છે કરિશ્મા કપૂર, પણ સારા તેને માસી નથી કહેતી

સારા અલી ખાન, કરિશ્માને માસી નહીં પરંતુ 'લોલો' કહીને બોલાવે છે, જો કે આ નામ તેના ઘરનું છે

કરીના કપૂરને પણ સારા અલી ખાન મા નથી કહેતી, તેને 'કરીના' અથવા 'કે' કહીને બોલાવે છે

કરીના કપૂર કહે છે કે સારા ફોન કરીને તેની સાથે કલાકો સુધી વાતો કરે છે

કરીના કહે છે કે, તે સારા અને ઈબ્રાહિમ ની મા નથી બનવા માગતી, કેમ કે તેની પાસે પહેલે થી જ સારી મા છે. જેને બંનેનો સરસ ઉછેર કર્યો છે.

સારા અલી ખાનને પણ કરિશ્મા નામ લઈને જ બોલાવે છે

કરિશ્મા અને અમૃતા વચ્ચે ક્યારેય વાતચીત થઈ છે કે નહી તે ક્યારેય તેઓએ ઉલ્લેખ કર્યો નથી. પરંતુ કરિશ્માએ સૈફ સાથે ફિલ્મો જરુર કરી છે