27 Feb 2024

ડિનર પછી સ્વીટ(ગળ્યું) ખાવ છો? તો આ 5 સમસ્યાઓનો સામનો કરવો પડશે

Pic credit - Freepik

આપણા દેશના મોટાભાગના ઘરોમાં મીઠાઈ વિના ભોજન અધૂરું માનવામાં આવે છે. લગ્નની પાર્ટીઓમાં પણ ડિનર પછી સ્વીટ આપવામાં આવે છે.

ડિનર પછી સ્વીટ

જમ્યા પછી મીઠાઈ ખાવાની આદત સારી માનવામાં આવતી નથી. ખાસ કરીને ડિનર પછી સ્વીટ ખાવાથી સ્વાસ્થ્યને ઘણી રીતે નુકસાન થઈ શકે છે.

સ્વાસ્થ્ય પર અસર

જો તમે રાત્રે મીઠાઈ ખાધા પછી સૂઈ જાઓ અને મોંની સ્વચ્છતા ન રાખો તો દાંતમાં પોલાણ અને બીજી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

દાંતની સમસ્યાઓ

તમે દરરોજ ડિનર પછી વધુ ફિઝિકલ એક્ટિવિટી કરતા નથી એટલે મીઠાઈ ખાવાની આદત તમને સ્થૂળતા તરફ ધકેલી શકે છે.

વજન વધવું

ઊંઘતા પહેલા મીઠાઈઓ ખાવાથી અથવા કેફીન લેવાથી તમારી ઊંઘમાં વિક્ષેપ આવે છે અને ઊંઘના ચક્રને ખલેલ પહોંચાડે છે.

ઊંઘમાં વિક્ષેપ

ડેઝર્ટમાં વધારે માત્રામાં ખાંડ અને ફેટ હોય છે. જે રાત્રે બ્લોટિંગ, અપચો, પેટ ફૂલવું જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.

ખરાબ પાચન

રાત્રે મીઠાઈ ખાવાથી બ્લડ સુગરમાં અચાનક વધારો થઈ શકે છે. તેથી ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓએ આ આદતથી દૂર રહેવું જોઈએ.

બ્લડ સુગર સ્પાઇક

જો ડિનર પછી મીઠાઈ લેવાની આદત લાંબા સમય સુધી ચાલુ રહે તો ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ જેવા કોરોનરી રોગોનું જોખમ વધી જાય છે.

કોરોનરી ડિસીઝ