3-3-2024

રાત્રે ઊંઘ ન આવે તો દૂધમાં મિક્સ કરી પીવો આ ખાસ પાવડર

Pic - Freepik

મોટાભાગના લોકોને રાત્રે ગરમ દૂધ પીવાની આદત હોય છે.

દૂધમાં તજનો પાવડર નાખી પીવાથી શિયાળામાં ઠંડીથી બચી શકાય છે.

તજમાં કેલ્શિયમ, વિટામીન A, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને આયર્ન ઉપરાંત પોટેશિયમ જેવા તત્વો હોવાથી તણાવ ઓછો થાય છે.

તજમાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ તમારા શરીરને ઈન્ફેક્શન અને બીમારીઓથી બચાવવાનું કામ કરે છે.

દૂધમાં તજનો પાવડર અને મધ નાખીને પીવાથી  પાચન સારું થાય છે.આ મિશ્રણ એસિડિટી, પેટમાં ગેસ અને કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત અપાવે છે.

રાત્રે હૂંફાળા દૂધમાં થોડું તજ પાવડર અને મધ ઉમેરીને પીવાથી વજન ઘટાડવામાં મદદ કરે છે.

તજ અને મધ મિક્સ કરીને દૂધ પીવાથી હાડકાં મજબૂત થાય છે અને સાંધાનો દુખાવો પણ ઓછો થાય છે.

તજનો પાવડરને દૂધમાં નાખી પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.( નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી. )

ચોકલેટ ખાવાના ફાયદા સાંભળીને રહી જશો દંગ