13 Sep 2025

'ITR રિફંડ'ની રાહ જોઈ રહ્યા છો? જો આ 3 ભૂલ કરી હશે તો....

દર વર્ષે લાખો લોકો ITR ફાઇલ કર્યા પછી રિફંડની રાહ જુએ છે. હાલના સમયમાં ડેટા અનુસાર, 7 કરોડ ITR માંથી ફક્ત 5.34 કરોડ ITR જ પ્રોસેસ થઈ શક્યા. 

રિફંડની રાહ

જો કે, ITR ફાઇલ દરમિયાન કેટલીક નાની ભૂલો રહી જાય છે અને રિફંડ મળતું નથી.

કેટલા ITR પ્રોસેસ થયા?

જણાવી દઈએ કે, ગયા વર્ષે 2 કરોડ ટેક્સપેયર્સને નાની-નાની ભૂલોને કારણે નોટિસ મળી હતી. એવામાં ચાલો જાણીએ કે, તમારે કઈ 3 ભૂલોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. 

રિફંડ કેમ નથી મળતું? 

રિટર્ન ફાઇલ કર્યા પછી લાખો લોકો ઈ-વેરિફિકેશન કરવાનું ભૂલી જાય છે. નિયમ સ્પષ્ટ છે કે, જો 30 દિવસની અંદર ઈ-વેરિફિકેશન ન થાય તો રિટર્ન અમાન્ય (Invalid) ગણવામાં આવે છે. બીજું કે, આમાં ઘણી વખત 5,000 રૂપિયા સુધીનો દંડ પણ ભરવો પડી શકે છે.

ઈ-વેરિફિકેશન 

બેંક અને રોકાણ સંબંધિત બધી વિગતો એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (AIS) માં નોંધાયેલી હોય છે. જો કે, ઘણી વખત તમારા અને AIS દ્વારા ભરેલા ડેટા વચ્ચે તફાવત જોવા મળે છે. 

AIS ડેટા

સરળતા રહે તે માટે ઘણા લોકો ITR-1 ફોર્મ ભરવાનું પસંદ કરે છે પછી ભલેને તેમની આવકમાં કેપિટલ ગેઈન અથવા બિઝનેસ ઇન્કમ હોય. આવા કિસ્સામાં, રિટર્ન રિજેક્ટ થઈ શકે છે અને ભારે દંડ ભરવો પડી શકે છે. 

ITR ફોર્મ