લગ્ન એ દરેક વ્યક્તિના જીવનનો સૌથી ખાસ ક્ષણ છે. આ દિવસ ફક્ત બે લોકોનું જ નહીં, પણ બે પરિવારોનું પણ મિલન છે.
Pic credit - wHISK
તૈયારીઓ મહિનાઓ પહેલાથી શરૂ થઈ જાય છે, સજાવટ, ભોજન સહિત બધું જ સરસ રીતે થાય તેની કાળજી લેવામાં આવતી હોય છે
Pic credit - wHISK
પણ જો લગ્નના દિવસે જ કે લગ્નમાં જ અચાનક વરસાદ પડવા લાગે તો તે શુભ છે કે અશુભ? કઈ વાતનો સંકેત મળે છે ચાલો જાણીએ
Pic credit - wHISK
જ્યોતિષશાસ્ત્ર મુજબ વરસાદને સકારાત્મક ઊર્જા અને નવી શરૂઆત અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આથી લગ્નના દિવસે વરસાદ પડવો શુભ છે
Pic credit - wHISK
જ્યોતિષશાસ્ત્રમાં, વરસાદ શુક્ર અને ચંદ્ર સાથે સંકળાયેલો છે, જે પ્રેમ, ખુશી અને કૌટુંબિક સમૃદ્ધિના સંકેત આપે છે.
Pic credit - wHISK
લગ્નના દિવસે વરસાદ પડે છે, ત્યારે તેને શુદ્ધિકરણનો સંકેત માનવામાં આવે છે. જે જૂના દુ:ખ, નકારાત્મકતા અને મુશ્કેલીઓ ધોવાઈ ગઈ અને નવી શરુઆતનો સંકેત આપે છે.
Pic credit - wHISK
લગ્નના દિવસે વરસાદ પડવાનો અર્થ એ છે કે દેવતાઓ જાતે આશીર્વાદ આપવા આવ્યા છે અને તેમનું લગ્નજીવન હંમેશા સુરક્ષિત અને સુખી રહેશે.
Pic credit - wHISK
લગ્નના દિવસે વરસાદ સૂચવે છે કે દંપતીનું જીવન સુખ, સમૃદ્ધિ અને આનંદથી ભરેલું રહેશે.
Pic credit - wHISK
નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ તેમજ જ્યોતિષ શાસ્ત્રના આધારે છે TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી