10 august 2025

પતિ-પત્ની જે રૂમમાં સૂતા હોય ત્યાં આ વસ્તુઓ ભૂલથી પણ ના રાખવી 

Pic credit - AI

પતિ-પત્નીના જીવનમાં બેડરૂમ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રાત્રે સૂવાના સમયથી લઈને સવારે ઉઠવા સુધી બન્ને એક જ રુમમાં હોય છે.

Pic credit - AI

અહીં પતિ-પત્ની વચ્ચે નીકટતા વધે છે તો ક્યારેક તકરાર પણ થાય છે. ત્યારે વાસ્તુ મુજબ કેટલીક વસ્તુઓ પતિ-પત્નીના રુમમાં મહત્વનો ભાગ ભજવે છે.

Pic credit - AI

જો વાસ્તુ વિરુદ્ધ કોઈ નકારાત્મક વસ્તુ બેડરૂમમાં રાખવામાં આવે છે, તો તે પતિ-પત્નીના સંબંધોને ખરાબ થઈ શકે છે.

Pic credit - AI

પતિ-પત્નીના બેડરુમમાં અમુક વસ્તુઓ ના મુકવી જોઈએ ચાલો જાણીએ તે વસ્તુઓ કઈ છે.

Pic credit - AI

વાસ્તુ મુજબ પતિ-પત્નીના રુમમાં અરીસો ના હોવો જોઈએ, સૂતી વખતે અરીસામાં પતિ-પત્નીનું પ્રતિબિંબ જોવાથી તેમના જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવી શકે છે.

Pic credit - AI

જો બેડરૂમમાં અરીસો મૂકવામાં આવ્યો હોય, રાત્રે સૂતી વખતે તે અરીસાને ઢાંકી દેવો જોઈએ. તે સબંધોમાં નકારાત્મકતા વધારે છે.

Pic credit - AI

બેડરુમમાં સુકાઈ ગયેલા છોડ ના રાખવા જોઈએ. તેમજ કાંટાવાળા છોડ પણ ન રાખવા જોઈએ, તે સબંધોમાં તકરાર લાવે છે.

Pic credit - AI

વાસ્તુશાસ્ત્ર અનુસાર, બેડરૂમમાં દેવી-દેવતાઓની મૂર્તિ કે તસવીર ના લગાવવી જોઈએ, મૂર્તિ કે તસવીર મંદિરમાં રાખવી.

Pic credit - AI

બેડરુમમાં લાલ રંગના પડદા કે લાલ રંગની કોઈ વસ્તુઓ ના રાખવી, લાલ રંગ ઉગ્રતાનું પ્રતિક છે તે પતિ-પત્ની વચ્ચે ગુસ્સાનું કારણ બની શકે છે.

Pic credit - AI

બેડરૂમની દિવાલો પર લડતા પ્રાણીઓ, સિંહ, કબૂતર, સાપ, કાગડો, ઘુવડ અને ગીધના ચિત્રો ન રાખવા જોઈએ.

Pic credit - AI

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રના આધારે લેવામાં આવી છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી 

Pic credit - AI