3 july 2025

રાતે એઠા વાસણ મુકી રાખવા યોગ્ય છે? જાણો વાસ્તુ શાસ્ત્ર શું કહે છે

Pic credit - google

ધાર્મિક માન્યતા અનુસાર, જે ઘર સ્વચ્છ હોય છે, ત્યાં મા લક્ષ્મીનો વાસ હોય છે. તેથી, સનાતન ધર્મમાં, ઘરમાં સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવામાં આવે છે.

Pic credit - google

ત્યારે કેટલાક લોકો રાતના ભોજન બાદ વાસણ એઠા જ છોડી દે છે અને બીજા દિવસે વાસણ ધોવે છે તો શું આમ કરવું યોગ્ય છે?

Pic credit - google

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, રાત્રે ગંદા વાસણો છોડવાથી ધનની દેવી મા લક્ષ્મી ગુસ્સે થાય છે અને વ્યક્તિને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

Pic credit - google

રાત્રે ઘરમાં ગંદા વાસણો હોવાને કારણે ચંદ્ર અને શનિ પણ ગુસ્સે થઈ શકે છે. આનાથી આર્થિક નુકસાન થઈ શકે છે. આવું કરવાથી માનસિક તણાવ પણ વધે છે.

Pic credit - google

રાતે એઠા વાસણ રાખવાની આદત તમારા ઘરની સુખ અને સમૃદ્ધિ છીનવી લે છે.

Pic credit - google

આ ઉપરાંત, રાતે એઠા વાસણો છોડવાથી પરિવારના સભ્યો પર નકારાત્મક અસર પડે છે.

Pic credit - google

આ સિવાય રાતે રસોડું એઠું રાખવાથી વ્યક્તિના ગ્રહો ગુસ્સે થાય છે અને તેના જીવન પર નકારાત્મક અસર પડે છે.

Pic credit - google

વૈજ્ઞાનિક કારણ મુજબ રાતે એઠા વાસણ રાખવાથી વાસણમાં બેક્ટેરિયા ફેલાવા લાગે છે તે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાળે છે.

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રના આધારે લેવામાં આવી છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - google